કુદરતની કરામત ભાગ-1

હે કુદરત તુ જીંદગીની રમતમાં કેવા-કેવા પાસા નાખી રહ્યો છે,
આંખ માંના એક આશુ સુકાયા પેલા કોઇ બીજા આસુ આપી રહ્યો છે.
જો લખ્યુ જ હોય કૂદરત તારી કલમે મારી જીંદગીમાં દુઃખ,
તો શા માટે ? તુ પળે-પળે ટૂકળે-ટૂકળે સુખ આપી રહ્યો છે.
કુદરત હુ કરી રહ્યો છુ ગ્રહણ અભ્યાસ તારી કરામતનો,
તુ ફરી-ફરી એજ ધટના મનમગન થઇ દોહરાવી રહ્યો છે.
જો છે જ એની જીંદગીમાં કોઇ હર્યુ-ભર્યુ વસંત કેરુ વન,
તો શા માટે ? તેને તુ આ બંઝર રણ પાસે લાવી રહ્યો છે.
હુ વારે-વારે કરી રહ્યો છુ પ્રયત્ન દૂર જવા તેનાથી,
ને તુ ડગલે ને પગલે તેને મારી પાસે લાવી રહ્યો છે.
તે રોજ કરે છે શરૂઆત જીંદગીની વન કેરા છાયે,
ને તુ રોજ સાંજે આ રણ કેરા તળકે લાવી રહ્યો છે.
હુ રોજ એકજ કરુ છુ આશા રણ મટી ફરી દરીયો બનવુ છે.
ને તુ એ પેલા કોઇ સંસાર તણુ તુફાન લાવી રહ્યો છે.
હે કુદરત તુ જીંદગીની રમતમાં કેવા-કેવા પાસા નાખી રહ્યો છે,
આંખ માંના એક આશુ સુકાયા પેલા કોઇ બીજા આસુ આપી રહ્યો છે.
-દિન

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete

Post a Comment