ફ્રી શીપ કાર્ડ એટલે શું ?
ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જન જાતિ(ST) સમુદાયના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સ્વનિર્ભર સંસ્થાઓમાં (પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં) પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા હોય અને જેમને પ્રવેશ મળેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડના” માધ્યમથી જે તે સ્વનિર્ભર સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે. આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગમાં ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ તે ફ્રી શીપ કાર્ડ મેળવી જરૂરી જણાતી પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે છે. આમ તે વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ રજૂ કરી પોતાની ભરવાપાત્ર ફી માફ કરાવી સ્વનિર્ભર સંસ્થાઓમાં એડમિશન મેળવી શકે છે.
ફ્રી શીપ કાર્ડ યોજના : એક સમજ
સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં શિક્ષણ ફી વધુ હોવાથી આર્થિક રીતે પછાત વર્ગના પરિવારના બાળકો એડમિશન મેળવવામાં વંચિત રહી જાય છે. કારણે કે, તેઓની આર્થિક સ્થિતિ એટલી સારી નથી હોતી કે તેઓ આટલી મોટી શિક્ષણ ફી ભરીને પોતાના બાળકોને અભ્યાસ કરાવી શકે. પણ હવે તે શક્ય છે. સરકાર દ્વારા “પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના” અંતર્ગત “ફ્રી શીપ કાર્ડ”ની યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમાં સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે અનુસૂચિત જાતિ/જનજાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઇથી પ્રવેશ મળે તેવા ઉમદા હેતુસર “ફ્રી શીપ કાર્ડ” યોજના અમલમાં મુકવામાં આવી છે. ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના મુજબના તમામ માપદંડો મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ આપવામાં આવે છે. ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે.
અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ વિશે
આદિજાતિ વિકાસ વિભાગનો તા.૧૧/૦૯/૨૦૦૯ નો ઠરાવ ક્રમાંક: સકક/ર૦૨૦૦૮/ન.બા.૩૯/ગ માં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને ટયુશન ફીમાંથી મુક્તિ આપવા બાબતનો ભારત સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે. જેમાં અનુ. જન જાતિની વિદ્યાર્થીનીઓ માટે આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવેલી છે.
શિક્ષણ વિભાગના તા.૧૬/૦૬/૨૦૧૪ નો ઠરાવ ક્રમાંક: અજ્જ/૨૦૧૪/૫૧/ખ-૧ માં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપમાં ફ્રી શીપ કાર્ડ આપવા અંગેનો ઠરાવ કરવામાં આવેલો છે. જેમાં રૂ. ૨.૫૦ લાખ સુધીની આવકમર્યાદાનું ધોરણ નિયત કરવામાં આવ્યું છે.
કમિશનરશ્રી (આ.વિ.) નો તા.ર૬/૦૬/૨૦૧૮ નો પત્રક્રમાંકઃ આવિ/શિક્ષણ/કા.નં. ૭૧૭/૨o૧૭-૧૮/૮૧૪ માં વધુ આવકવાળી કન્યાઓને ટ્યુશન ફી પુરેપુરી ચુકવવામાં આવતી હોઈ તેઓને પણ ફ્રી શીપ કાર્ડ આપવામાં આવે તે મુજબની દરખાસ્ત કમિશનરશ્રી (આ.વિ.) કરવામાં આવેલી છે.
ફ્રી શીપ કાર્ડ અન્વયે પ્રવેશ આપવા શિક્ષણ વિભાગ હેઠળની તમામ સ્વનિર્ભર સંસ્થાઓને જણાવવાની યોગ્ય શરતો
1) અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અન્વયે ફ્રી શીપ કાર્ડની પાત્રતા ધરાવતા વિધાર્થીઓ બાબતે જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીશ્રી દ્વારા પુરતી કાળજી રાખી ભારત સરકારની યોજના મુજબના તમામ માપદંડો મુજબ પાત્ર ઠરતા હોય તેવા વિધાર્થીઓની ખાત્રી કરી ફ્રી શીપ કાર્ડ આપવાના રહેશે.
2) ભારત સરકારની આ યોજના જે સમયાવધી સુધી અમલમાં રહેશે, ત્યાં સુધી જ શિક્ષણ વિભાગની આ સુચનાઓ અમલમાં રહેશે. ત્યારબાદ તેને આપોઆપ રદ ગણવાની રહેશે.
3) શિક્ષણ વિભાગ સંલગ્ન સ્વનિર્ભર સંસ્થાઓમાં શૈક્ષણિક સત્ર શરુ થઇ ગયા બાદ અનુસૂચિત જાતિના જે વિધાર્થીઓ ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અન્વયે ફ્રી શીપ કાર્ડની પાત્રતા મેળવશે તેઓના ફ્રી શીપ કાર્ડ રજુ થયેથી સ્વનિર્ભર સંસ્થાઓએ આવા લાભાર્થી વિધાર્થીઓ પાસેથી ફી ની વસુલાત કરેલ હોય તો જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીશ્રીની બાંહેધરીને ધ્યાને લઇ તેટલી રકમ વિધાર્થીને પરત કરવાની રહેશે.
ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી પુરાવાઓ :
( 1 ) રેશનકાર્ડ / ચુંટણી ઓળખપત્ર / આધારકાર્ડની પ્રમાણિત નકલ
( 2 ) બેંક ખાતાનંબર માટે પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ
( 3 ) સ્કુલ લિવિંગ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ
( 4 ) જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
( 5 ) એસ.એસ.સી. પાસ થયાની તથા પછીના શૈક્ષણિક વર્ષની માર્કશીટની પ્રપાણિત નકલ
( 6 ) ગતવર્ષની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
( 7 ) વિદ્યાર્થીના માતા/પિતા નોકરી કરતાં હોય તો કચેરી/સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
( 8 ) એસ. એસ. સી અને તે પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃતિ કરેલી છે તે અંગેનો તથા તૂટનો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તે અંગેનું એકસર નામુ રજુ કરવાનું રહેંશે.
Comments
Post a Comment