પ્રેમ

સંસારમાં પ્રેમ નામનું તત્વ હોવાની પણ વાતો છે,
બધાયે તેની સામે હાર માની લીઘાની પણ વાતો છે.
પ્રેમના સમુદ્રને તારી નાવમાં પાર કરવાની દિલની ઉર્મી  છે,
સમુદ્રની લહરો સામે ટાઈટેનિક એ હાર માની લીધાની પણ વાતો છે.
દિલ કહે છે-તને રાંઝા,મજનુ,રોમિયો કરતા વધુ પ્રેમ આપું,
ભૂતકાળમાં પ્રેમી પરિંદા એક ન થયાની પણ વાતો છે.
મળે કોઈનો સાથે તો હુ સુખનાં રાજ્યનો રાજા બનુ,
સંસારની માળામાં સુખના મોતી પછી દુઃખનુ મોતી હોવાની પણ વાતો છે.
છતાં "દિન" કહે ખોવાવું છે આ પ્રેમના જંનગમાં,
જીવનની રેખામાં અંત્યબિંદું હોવાની પણ વાતો છે.
                                                         -દિન

Comments

Post a Comment