માણસ ભુલો મા-બાપ ને !!!

 કળયુગની રમઝટમાં તુ ન ભુલવાનુ ભુલી ગયો,
માણસ તુ ભગવાન સમાન મા-બાપને ભુલી ગયો.
તારી દુનિયામાં કોય નવો ચહેરો આવી ગયો,
માણસ તુ ભગવાન સમાન મા-બાપને ભુલી ગયો.
તને યાદ છે-ની સાથે જોયેલ વાદળા સમા સપના,
માણસ તુ તારા હર સપના પુરા કરનારને ભુલી ગયો.
તને યાદ છે-તેની સાથેનો તારો ઞણ દિવસનો પ્રેમ,
માણસ તુ તારો ઉછેર કરનારનો પ્રેમ ભુલી ગયો.
તને યાદ છે-તેની વજુદ વગરની વાતોના વેળા,
માણસ તુ બોલતા શીખવનારને ભુલી ગયો.
તને યાદ છે-તેની સાથેના તારા ચાર પગલા,
માણસ તુ પાપા-પગલી કરવનારને ભુલી ગયો.
કળયુગની રમઝટમાં તુ ન ભુલવાનુ ભુલી ગયો,
માણસ તુ ભગવાન સમાન મા-બાપને ભુલી ગયો.
-દિન

Comments