ચીઠ્ઠી


જીંદગીને કંઈક આવો વળાંક મળે,
અેક રણમાં કયાંક વહેતી સરીતા મળે.

વિતેલો સમય કંઈક આવી રીતે મળે,
યાદ કરુને તમને લય તમારી ચીઠ્ઠી તમારી સહેલી મળે.

જોય તમારી સહેલીને,
દિલની ઉર્મીનું સ્મિત મારા ચહેરા પર મળે.

મારા ચહેરા પરનું સ્મિત જોઈ,
તમારી સહેલીના ચહેરા પર દુ:ખની રેખા મળે.

જોઈ તમારી સહેલીના ચહેરા પર દુ:ખની રેખા,
મારા હૃદયના ધબકારામાં કંઈક ખળબળાહટ મળે.

ખોલી જોવું જ્યારે હું ચિઠ્ઠી તમારી,
તુટેલા પ્રેમના વાયદાના વિખરાયેલ પન્ના મળે.

ટુટેલા દિલના ટુકડાની પોટલીને લઈ જાવ ઘરે,
ને માના પ્રેમાળ ભર્યા શબ્દોની હારમાળા મળે.

માં રસોઈ ઘરની બહાર આવી જોઈ મારા ચહેરા સામે,
ને મારા ચહેરા પર દુ:ખનો દરિયો મળે.

જોઈ મારા ચહેરા પરનો દુ:ખનો દરિયો,
માના મુખમાં ગમગીન શબ્દો મળે.

પૂછે જયારે માં મારા ચહેરા પરના દુ:ખનું કારણ,
ત્યારે મારા મુખ પર તારું નામ મળે.

જીંદગીને કંઈક આવો વળાંક મળે,
અંધકાર ભર્યા જીવનમાં કયાંક પ્રકાશ મળે.

વિતેલો સમય કંઈક આવી રીતે મળે,
અાવો સામે ને આંખમાં જળ મળે !!.
       
                                          -દિન

Comments