પાયા વગરની દીવાલ નો ટેકો લેવાની ભૂલ કરી બેઠો ,
સંસાર તણા સંબંધોમાં ગૂંચવાવાની ભૂલ કરી બેઠો.
વાદળો જોઈ મન કહે આ તો શિયાળાની મોસમ છે ,
વાદળોને હું ધુમ્મસ સમજવાની ભૂલ કરી બેઠો.
મન કહે ધુમ્મસ છે બપોર થશે ન ે એ તો જશે ભાઈ
એ ટમ-ટમતાં બુંદોને હું ઝાકળ સમજવાની ભૂલ કરી બેઠો
કુદરતની ન રાખી શરમ ને વાદળો તો શિયાળામાં વરસી ગયા ભાઈ
ને આ કમોસમી વરસાદને હું વધાવવાની ભૂલ કરી બેઠો
એક સમય આવશેને હું પણ છોડી જઈશ આ સતરંગી દુનિયા ભાઈ
હું પણ હોઈશ દોસ્ત,દુશ્મન ને દુનિયા ને મારા સમજવાની ભૂલ કરી બેઠો
રોતો હશે જગ તો એ સંબંધની દોર ખાતર ભાઈ
ને આ સંસારના રંગમંચ પર ફરી આવવાની ભૂલ કરી બેઠો
સપનાનાં મંઝીલ વગરના રસ્તા પર ચાલી નિકળ્યો હું તો ભાઈ
ને એક વિરામને મંઝીલ સમજવાની ભૂલ કરી બેઠો
મન કહે ‘ દિન ’ આ ગઝલો જ તારો રસ્તો ને ગઝલો જ મંઝીલ ભાઈ
છતાં ‘ દિન ’ આ પ્રેમના અજાણ્યા રસ્તા પર ચાલવાની ભૂલ કરી બેઠો
- દિન
Comments
Post a Comment